રેતાળ, ગોરાળુ તથા કાળી જમીન મગફળીના પાકને વધુ માફક આવે છે, મગફળીની સારી
વૃદ્ધિ અને ડોડવાના સારા વિકાસ માટે જમીને પોચી અને ભરભરી બનાવવી જરૂરી
છે.
ચરોતરમાં મગફળીનું વાવેતર પણ સારા પ્રમાણમાં થતું હોય છે. જો વાવેતર યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. પાકની પદ્ધતિ વિષે જાણીએ.
વધુ ઉત્પાદન મેળવવા માટે ચોમાસામાં વરસાદ થાય તે પહેલાં મે મહિના છેલ્લા અઠવાડિયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી પિયત આપીને મગફળીનું આગોતરૂ વાવેતર કરવું હોય તો જીએયુ જી-10, જીજી-11, જીજી-12, જીજી-13 જેવી મોડી પાકતી વેલડી મગફળીનું વાવેતર કરવું. 15 થી 30 જૂન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી થવા અર્ધ વેલડી એમ કોઇપણ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરી શકાય છે. માટે અર્ધ વેલડી જીજી-20ને પ્રાધાન્ય આપવું. જુલાઇ માસમાં થોડો વરસાદ થાય તો વહેલી પાકની જીજી-2 અથવા જીજી-7 જેવી ફકત ઉભડી જાતોનું વાવેતર કરી શકાય.
ચરોતરમાં મગફળીનું વાવેતર પણ સારા પ્રમાણમાં થતું હોય છે. જો વાવેતર યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. પાકની પદ્ધતિ વિષે જાણીએ.
જમીનની પ્રાથમિક તૈયારી
સારી રીતે નિતાર શક્તિ ધરાવતી રેતાળ, ગોરાળુ તથા કાળી જમીન મગફળીને વધુ માફક આવે છે. વધુ પડતી કાળી ચિકાશાવાળી તેમજ ક્ષારવાળી જમીન માફક આવતી નથી. મગફળીના સારા ઉગાવા માટે છોડની પૂરતી સંખ્યા મેળવવા, મગફળીની સારી વૃદ્ધિ માટે અને ડોડવાના સારા વિકાસ માટે જમીનને પોચી અને ભરભરી બનાવવી જરૂરી છે. માટે આડી-ઊભી (દાંતી વડે) ટ્રેકટર અથવા હળની ખેડ કરી, કરબ મારી, આગલા પાકના જડીયાં, મૂળિયાં વગેરે વીણી પોચી અને ભરભરી બનાવવી. જે જમીનમાં ધૈણ જેવી જીવાતોનો ઉપદ્રવ થતો હોય ત્યાં ફોરેટ 10 જી નામની દાણાદાર દવા હેકટર દીઠ 20 કી.ગ્રા. પ્રમાણે જમીનમાં ચાસમાં આપવી.ખાતર
ચોમાસુ મગફળીને હેકટર દીઠ 10 ટન ગળતીયું (કોમ્પોસ્ટ અથવા છાણિયું) ખાતર અથવા એક ટન દિવેલી ખોળ આપવો. રાસાયણિક ખાતર હેકટર દીઠ 12.5 િક.ગ્રા. નાઇટ્રોજન અને 25 કિ.ગ્રા. ફોરફોરસ વાવતા પહેલાં ચાસમાં ઓરીને આપવાં. જો ગંધક તત્વની ઉણપ હોય તો હેકટર દીઠ 20 કિ.ગ્રા. સલ્ફર આપવું. મધ્ય ગુજરાતની જમીનમાં મુખ્યત્વે લોહ અથવા જસતની ઉણપ જોવા મળે છે. જસતની ઉણપ માટે ઝિંક સલ્ફેટ 8 થી 10 થી 20 કિ.ગ્રા. પ્રતિ હેકટર મુજબ પાયાના ખાતર તરીકે જમીનની તૈયારી સમયે આપવું. ખરેખર તો જમીનના નમૂનાનું જમીન ચકાસણી પ્રયોગશાળામાં પૃથ્થકરણ કરાવવું અનેે તેના આધારે કરેલ ભલામણ મુજબ ખાતરો આપવા વધુ હિતાવહ છે.વાવેતર સમય અને મગફળીની જાતો
જમીન અને વરસાદની પરિસ્થિતિની સાથોસાથ વાવેતર સમયને અનુકૂળ આવે તેવી મગફળીની સુધારેલી જાત પસંદ કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે. ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ઉભડી, અર્ધ વેલડી ને વેલડી એમ ત્રણ પ્રકારની મગફળીનું વાવેતર થાય છે.વધુ ઉત્પાદન મેળવવા માટે ચોમાસામાં વરસાદ થાય તે પહેલાં મે મહિના છેલ્લા અઠવાડિયાથી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી પિયત આપીને મગફળીનું આગોતરૂ વાવેતર કરવું હોય તો જીએયુ જી-10, જીજી-11, જીજી-12, જીજી-13 જેવી મોડી પાકતી વેલડી મગફળીનું વાવેતર કરવું. 15 થી 30 જૂન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી થવા અર્ધ વેલડી એમ કોઇપણ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરી શકાય છે. માટે અર્ધ વેલડી જીજી-20ને પ્રાધાન્ય આપવું. જુલાઇ માસમાં થોડો વરસાદ થાય તો વહેલી પાકની જીજી-2 અથવા જીજી-7 જેવી ફકત ઉભડી જાતોનું વાવેતર કરી શકાય.
No comments:
Post a Comment